ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્પેશિયલ ખેલમહાકુંભ-૨૦૨૧નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પેશિયલ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.
આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં MR(મનોદિવ્યાંગ), OH(અસ્થિવિષયક દિવ્યાંગ), Blind(અંધજન), HI(ડેફ)ખેલાડીઓ ભાગ લે તે હેતુથી જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવનાર છે. સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન સંભવિત એપ્રિલ માસનાં પ્રથમ સપ્તાહમાં કરવાનું હોય
જે અંગેના ફોર્મ તાલુકામાં બી.આર.સી.ભવન ખાતેથી તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે તા. ૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવા સાથે પહોંચતા કરવા જિલ્લા રમત ગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.
માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૫૮૩૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાખરેચી ગામના શ્રી સ્વામીનારાયણનગર વિસ્તારમા આવતા ખુલ્લા મેદાનમા અમુક માણસો જાહેરમાં બેસી ગોળ કુંડાળુ વળી હારજીતનો તીનપતીનો રોનનો...
મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી માળિયા (મીં) નેશનલ હાઇવે રોડ પરથી રૂપિયા ૬૯૦૫૦ નો મુદામાલ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી થી માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી એક ઇસમ ઇગ્લીશ દારૂનો...