Thursday, March 19, 2026

હળવદ: કેદારીયા ગામના યુવાનનું બાઈક સ્લીપ થતા મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ માળિયા હાઈવે ઉપર હરિક્રુષ્ણ ધામ મંદિર થી થોડેજ આગળ કેદારીયા ગામ તરફ જતા પાંચમી કેનાલના નાલા નજીક રોડ પર બાઈક સ્લીપ થતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વિપુલભાઈ ચતુરભાઈ શિહોરા (ઉ.વ.૪૦) રહે. કેદારીયા તા. હળવદ વાળો હળવદ માળિયા હાઈવે ઉપર હરિક્રુષ્ણ ધામ મંદિર થી થોડેજ આગળ કેદારીયા ગામ તરફ જતા પાંચમી કેનાલના નાલા નજીક રોડ પર બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચતા ગત તા ૨૫-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મૃત્યુ પામ્યો હતો. આ બનાવ અંગે પ્રવિણભાઈ ચતુરભાઈ શિહોરા (ઉ.વ.૩૫ રહે. કેદારીયા ગામ તા. હળવદ) હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર