૪ હજારથી વધુ લાભાર્થીઓએ આયુર્વેદની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો
મોરબી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના સહયોગ તથા જિલ્લા વિકાસ અધિકારી -મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત – આયુર્વેદ શાખા, મોરબી દ્વારા ગત ૧૩ જાન્યુઆરી, શુક્રવારે શિશુ મંદિર કેમ્પસ – હળવદ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પીટલ – મોરબીના સહયોગથી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આયુષ મેળા પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરાએ પ્રાચિન તથા હાલના સમયમાં આયુષ પધ્ધતિની મહત્વતા વિશે લોકોને માહિતી આપી હતી. ઉપરાંત વધુને વધુ લોકોને આયુષ ચિકિત્સાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આયુષ મેળા દરમિયાન ૪૩૦ લાભાર્થીઓએ આયુર્વેદ નિદાન-સારવાર સેવા, ૧૯૦ લાભાર્થીઓએ હોમીયોપેથી નિદાન-સારવાર સેવા, ૭૦ લાભાર્થીઓએ જરા ચિકિત્સા સેવા, ૧૮૦ લાભાર્થીઓએ પ્રકૃતિ પરીક્ષણ સેવા, ૪૫ લાભાર્થીઓએ પંચકર્મ ચિકિત્સા સેવા, ૪૮ લાભાર્થીઓએ અગ્નિકર્મ ચિકિત્સા સેવા, ૮૫૦ લાભાર્થીઓએ અમૃતપેય-ઉકાળા-સંશમની વિતરણ સેવા, ૩૪૦ લાભાર્થીઓએ આર્સેનિક -આલ્બમ ૩૦ વિતરણ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત ૧૪૦ લાભાર્થીઓએ પ્રત્યક્ષ યોગ નિદર્શન તથા ૧૮૦૦ લાભાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું. આમ કુલ ૪૦૭૮ જેટલા લાભાર્થીઓએ આયુર્વેદની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
આ તકે, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.પ્રવિણ વડાવિયા દ્વારા ઉપસ્થિત મહેમાનોની સાથે રહી વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, લાઇવ યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, લાઇવ વનસ્પતિ પ્રદર્શન, હોમીયોપેથી પ્રદર્શન, ઉકાળા- આર્સએનિક વિતરણ, હર્બલ ટી, વિવિધ તૃણ ધાન્યોમાંથી બનેલી વાનગીઓ વગેરે સ્ટોલની મુલાકાત કરી હતી.
આ આયુષ મેળાને સફળ બનાવવા માટે મોરબી જિલ્લાના આયુર્વેદ તથા હોમીયોપેથી મે.ઓ.ડો. અરૂણાબેન નિમાવત ડોદિલીપ વિઠ્ઠલાપરા, ડો. જીગ્નેશ બોરાસાણીયા. ડો. ખ્યાતી ઠકરાર, ડો. શ્રીબા જાડેજા, ડો. અલ્તાફ શેરશિયા, ડો. જયેશ ગરધરિયા, ડો. વીરેન ઢેઢી, ડો. મન્સુર પીલુડીયા, ડો. મિલન સોલંકી, ડો. એન.સી. સોલંકી, ડો. ઠાકર, ડો. વિજય નાંદરિયા, ડો. હેતલ હળપતિ, નીલમબેન સહિત તમામ સ્ટાફ તથા AHWC ના યોગ ઈન્સ્ટ્રકટર વગેરેએ જહેમત ઉઠાવી હતી.
આ આયુષ મેળામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજિયા સહિત પદાધિકારી/અધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા નો દરરજો આપવામાં આવેલ તદ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્ચીકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં...
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને...