મોરબી જીલ્લા ના હળવદ તાલુકા ના મિયાણી ગામે ઉનાળા ની શરૂઆત પહેલાં જ પીવાના પાણીની અછત સર્જાતાં પીવાનું પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે
આ ગામ હળવદ તાલુકા ના ટીકર ના રણ ની નજીક આવેલું ગામ છે. સરકાર ની જે યોજના દ્વારા પાણી ની લાઈનો નાખેલ છે. તેમાંથી હાલમાં પાણી મળતું નથી.ગામના લોકો જ્યાં ત્યાંથી પાણી ભરીને ન પીવા લાયક પાણી પીવા મજબુર બન્યા છે. અને જો આવુજ ચાલતું રહેશે તો ગામ લોકો પાણી જન્ય રોગો ને ભોગ બનશે. તાત્કાલિક ધોરણે. આ જીવન જરૂરી એવું પાણી મીયાણા ગામના લોકો ને મળતું થાય તેવી રજૂઆત ઈન્ટરનેટ નેશનલ હ્યુમન રાઈટ્સ ના સેક્રેટરી કાન્તિલાલ બાવરવા દ્વારા મુખ્યમંત્રી નેં કરવામા આવી છે અને ત્રણ દિવસ ની અંદર પીવાના પાણી બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો ના છુટકે ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન નાં મંડાણ કરવાની ફરજ પડશે તવી અંત માં ચીમકી ઉચ્ચારી હતી.
હળવદ પોલીસને બાતમી મળેલ કે નવા સુંદરગઢ ગામે મહિલા આરોપી પોતાના રહેણાંકમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી મકાનમાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા, જ્યાં ગરમ આથો તથા તૈયાર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી મહિલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી...
મોરબીમાં રોજે રોજ અકસ્માત માં લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક અકસ્માતના બનાવમાં અજાણ્યા વાહન ચાલક દ્વારા પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા, મોટર સાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર મોત...