હળવદ: હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-7 સુનિલનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે રવિવારે સાંજે ચુંટણી બહિષ્કારના બેનરો સાથે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં વિકાસ નહીં તો વોટ નહીં તેમજ રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર તેમજ સાફ સફાઈ સહિતના વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારના બેનરો સાથે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. તો સાથે આ વિસ્તારના નગરપાલિકાના સદસ્યો પણ ચૂંટણી ટાણે જ પક્ષ પલ્ટો કરતા જ સમસ્યા કોને સંભળાવવી તેવી અવઢવ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.
મોરબી જિલ્લાના હળવદ શહેરના વોર્ડ નંબર-7 સુનિલનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ સ્થાનિક રહિશો પીવાના પાણી રસ્તા સહિતના વિવિધ પ્રશ્નોની પીડાય રહ્યા છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા રવિવારે સ્થાનિક રહીશો બેનરો પર ઉતરી આવ્યા હતા. જેમાં રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓ માટે સુનિલનગરના ગેટ પાસે વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું બેનર લગાવવામાં આવ્યું છે. ત્યારે હાલ વિધાનસભાની ચૂંટણી ટાણે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો આ અંગે અહીંના રહેવાસી પ્રકાશભાઈ વાઘેલા પ્રવિણભાઈ જણાવ્યું હતું કે હળવદ નગરપાલિકા ભાજપ સાશિત જ હોય અને વોર્ડ નંબર-7ના કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય ભાજપમાં ભળી જતા સ્થાનિક રહીશો પોતાની ફરિયાદ કોને સંભળાવે. તો સાથે હાલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ શાસિત નગરપાલિકા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે કેમ તેમજ અમો દર વર્ષે નગરપાલિકા પાણી વેરો નળવેરો સહિતના વેરો અમો નિયમિત ભરી છીએ તેમ છતાં અમારી સુનિલ સોસાયટીમાં વર્ષોથી વિવિધ પ્રશ્નોથી પીડાય રહ્યા છે સુનિલનગરમાં રહીશોએ કંટાળીને ચુંટણી નોબહિષકાર કરીને વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કર્યોના બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરીને રાજીકીય પક્ષો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુનીલનગરના રહીશો દ્વારા ચુંટણીનો બહિષ્કાર કરતા રાજીકીય ગરમાવો વ્યાપી ગયો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...