રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ 2021 નું પરિણામ જાહેર થયું હતું જેમાં હળવદની શ્રીRMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ ના ધોરણ ૭માં અભ્યાસ કરતા બે વિધાર્થીઓ મોરી નેહલ નારાયણભાઈ અને આલ સત્યમ સિંધાભાઈએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં ચોથો અને પાંચમો ક્રમ મેળવી શાળા નું તેમજ વેગડવાવ ગામનું ગૌરવ વધારે છે આ તકે શાળાના આચાર્યશ્રી માધુરીબેન માલવણિયા તેમજ શિક્ષકો કિરીટ ભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ ડાંગર બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જીવનમાં સફળતાના શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગત વર્ષે પણ આ શિષ્યવૃત્તિ પરીક્ષા માં શાળાના છ જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતાં
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે છેલ્લા ૬ મહિના થી મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રહેતા નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ ધામ-મોરબી...
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હી (NDMA) ની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પીપીટીના માધ્યમથી જિલ્લામાં ભારે વરસાદથી પૂર, વાવાઝોડા, ઉધોગ ગૃહોમાં અકસ્માતો, ગેસ લીકેજ વગેરે જેવી સંભવિત આપત્તિના સમયમા આફતગ્રસ્તો માટે રાહત બચાવની કામગીરી, તે માટેનું જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની કમિટીના...