Tuesday, August 26, 2025

હળવદ-માળીયા હાઈવે પર આવેલ લેમિનેટ પેપર મિલમાં લાગી આગ, ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ – માળિયા હાઈવે પર આવેલ અણીયારી ટોલનાકા પાસે લેમિનેટ પેપરમીલમાં અંદાજે રાત્રે ૮ વાગે આગ લાગી હતી જોત જોતામાં આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાત હળવદ અને મોરબીની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો, ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

 

 

મળતી માહિતી મુજબ હળવદ – માળિયા હાઈવે પર આવેલ અણીયારી ટોલનાકા પાસે લેમિનેટ પેપરમીલમાં અંદાજે રાત્રે ૮ વાગે આગ લાગી હતી. આગ લાગી હોવાની હળવદ નગરપાલિકાના ફાયર ઓફિસર રોહિત મેહેતાને જાણ કરતા રોહિત મેહતા દ્વારા તાત્કાલિક હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ વિભાગની ટીમ મોકલવામાં આવી હતી.વધુ ફાયર ફાઈટરની જરૂર પડતાં મોરબીથી ફાયર બ્રિગેડની ટીમ મંગાવવામાં આવી હતી. હળવદ અને મોરબીની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું કારણ જાણવા મળી રહ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર