હળવદ સરા ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે થયેલ રાયોટીંગ/મારામારીના બનાવમાં ફાયરીંગ કરનાર સહીત ત્રણ આરોપીઓ પકડાયા
મોરબી: હળવદ સરા ચોકડી પાસે આવેલ સીનીયર સીટીઝન પાર્ક નજીક ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે થયેલ રાયોટીંગ/મારામારીના બનાવમાં ફાયરીંગ કરનાર સહીત ત્રણ આરોપીઓને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ, ટેકનીકલ સેલ મોરબીનો સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન ગઇ તા.૦૯/૧૦/૨૦૨૨ ના રોજ હળવદ સરા ચોકડી નજીક આવેલ સીનીયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે બે ગૃપ વચ્ચે બોલાચાલી થતા આ બનાવ રાયોટીંગમાં પરીણમેલ બાદ ઉગ્રબોલાચાલી તેમજ મારામારી થતા એકજુથના માણસો પૈકી પંજક ગોઠીએ તેની પાસેના ગેરકાયદેસર હથિયાર વડે બે રાઉન્ડ ફાયરીંગ કરેલ જે બનાવમાં કુલ-૭ આરોપીઓ વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી. કલમ- ૩૦૭,૩૦૮,૧૪૩,૧૪૪, ૧૪૭,૧૪૮,૧૬૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી) (એ) ૨૭ મુજબ ગુનો રજીસ્ટર થયેલ જે ગુનામાં મુખ્ય આરોપી સહીત અન્ય કુલ-૦૫ આરોપીઓ પકડવાના બાકી હોય જે નાસતા ફરતા આરોપીઓ બાબતે એ.એસ.આઇ તથા પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉપરોકત ગુનાના નાસતા ફરતા આરોપીઓ જામનગર જીલ્લાના જાંબુડા ગામે હોવાની હકિકત મળતા સ્ટાફના માસણોની એક ટીમને જાંબુડા ગામે મોકલતા આરોપીઓ પંકજભાઇ ચમનભાઇ ગોઠી (ઉં.વ. ૨૬), ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો ચમનભાઇ ગોઠી ( ઉ.વ. ૨૯) તથા મેહુલભાઇ ઉર્ફે મેરો ઉર્ફે મેરીયો પ્રેમજીભાઇ કણઝારીયા ( ઉ.વ. ૨૦) રહે. ત્રણેય હળવદ જી.મોરબી વાળા ગુનામાં વાપરેલ હથિયાર સાથે મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવા તજવીજ કરેલ છે.
