હળવદ હાઈવે રોડ ઉપર પલ્ટી મારી જતા ટ્રક ચાલકનું મોત
હળવદ: હળવદ હાઈવે પર દેવળીયા ચોકડી નજીક ટ્રક પલ્ટી મારી જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના તા. મસુડાજી, જી. અજમેરના હરાજપુરા ગામે રહેતા અમીનકથાત છોટુકથાતે પોતાના હવાલા વાળું ટાટા ૪૦૧૮ મોડલની રજીસ્ટર નંબર GJ-12-BX- 6964 વાળુ ટેઇલર અત્યંત બે ફિકરાઇપૂર્વક પુર ઝડપે ચલાવી ટેઇલર પલટી ખવડાવી પોતાની શરીર ગંભીર ઇજાઓ પહોંચતા ટેઈલર ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે કચ્છના નવા અંજારમાં રહેતા શક્તિસિંહ દિલીપસિંહ વાઘેલાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.