હળવદના ઘનશ્યામપુરથી ભલગામડા વચ્ચે બે બાઈક અથડાતા એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્ત
હળવદ તાલુકાના ઘનશ્યામપુરથી ભલગામડા જતા રોડ પર બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
હળવદ તાલુકાના ઘનશ્યામપુર -ભલગામડા વચ્ચે બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું ઘટનાસ્થળે મોત થયું હતું તો ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને પ્રથમ હળવદ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા જ્યારે બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.ઉલ્લેખનીયા છે કે અકસ્માતના બનાવની જાણ થતા 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જે અકસ્માતમાં એક બાઈક ચાલક ચોટીલાના જયારે બીજા બાઈક ચાલક રામપરા ગામના હોવાનું જાણવા મળ્યું છે.