હળવદના ધ્રાંગધ્રા હાઇવે રોડ પર બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલક યુવકનું મોતનીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કર્યો હતો.હળવદ પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાઈક ચાલક રમેશભાઇ અટુભાઇ નાયકાએ થાણાથી પુર્વે ૭ કીમી દુર હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ ઉપર એસ્ટ્રોન પેપર મિલ પાસે આવેલ રેલ્વે ફાટક નજીક રોડ પોતાના હવાલા વાળુ હીરો સ્પ્લેન્ડર પ્રો મો.સા રજી.નં.GJ-06-FM-9020 વાળુ પુર જડપે અને બેફિકરાઇ પુર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી થી ચલાવતા મો.સા સ્લીપ થઇ પડી જતા પોતાને કપાળે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેનું મોત થયું છે.જે મામલે હળવદ પોલીસ સ્ટેશને ઇ.પી.કો.કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રવી પરીખ હળવદ
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...