મોરબી: હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે જામભા મેઘુભા પરમારની વાડેએ ઝેરી દવા પી લેતા આધેડ વયની મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે જામભા મેઘુભા પરમારની વાડેએ રહેતા સરસ્વતીબેન અર્જુનભાઈ ભીલ (ઉ.વ.૪૨) એ ગત તા. ૧૭-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે કોઈ અગમ્ય કારણોસર ખંડમાં છાટવાની દવા રાસાયણિક દવા (બાસાલીન) પી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
