હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના 70થી વધારે ગામોને પીવાનું પાણી પુરુ પાડે છે. જેમાં હાલ પાણીનો જથ્થો ખલાસ થવાના આરે હતો ત્યારે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલથી નર્મદાના નવા નીરથી છલોછલ ભરી દેવામાં આવ્યો છે. જેથી હળવદના ગામોને પીવાના પાણીની સમસ્યા સર્જાશે નહીં
હળવદના સુંદરગઢ પાસે આવેલા બ્રાહ્મણી-2 ડેમનું પાણી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી પીવા માટે અનામત રાખેલ હોય અને હાલ પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં તે માટે જવાબદાર તંત્ર દ્વારા પાણી ચોરી અટકાવવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે બ્રાહ્મણી-2 ડેમમાં પીવાના પાણીનો જથ્થો ખલાસ થવાના આરે હતો ત્યારે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડીને બ્રાહ્મણી-2 ડેમને છલોછલ ભરી દેતા મોરબી, માળિયા, જામનગર, રાજકોટ, હળવદના ગામોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.

બ્રાહ્મણી-2 ડેમ પર લાઇટો અને રસ્તાના મેન્ટનન્સના અભાવે ખેડૂતોને હાલાકી સુંદરગઢ પાસે બ્રાહ્મણી-2 ડેમમાં હાલ નવા નીર આવ્યા છે. ત્યારે તે પહેલા રસ્તાઓ, ડેમમાં ઉગી નીકળેલા બિનજરૂરી ઝાડી-ઝાખરા, તેમજ લાઇટો તેમજ કેનાલના દરવાજા લીકેજનું સમારકામ તંત્ર દ્વારા નહીં કરવામાં આવતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ખેડૂત કેશાભાઈ . થોભણભાઈ .વાસુદેવભાઇએ જણાવ્યું હતું કે, કેનાલનો દરવાજો લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થાય છે. તો સાથે લાઇટો અને રસ્તાના સમારકામ કરવામાં આવે તેમ જણાવ્યું હતું .
રવી પરીખ હળવદ
