રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા દર્દી કલ્યાણને લગતી સુવિધાઓનું મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર અપાયું
મોરબી જિલ્લાના હેલ્થ & વેલનેસ સેન્ટર – લક્ષ્મીનગરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. હેલ્થ & વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધારા ધોરણો અંતર્ગત ૮૭% સાથે રાષ્ટ્રીય કક્ષાનુ સર્ટિફિકેટ મેળવ્યુ છે.
આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે વિવિધ માપદંડ ૧૨ સર્વિસ પેકેજ જેમ કે સગર્ભાની સેવા, પ્રસુતિ બાદ ની સંભાળ, નાના બાળકોની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગોનું વ્યવસ્થાપન, આંખ, કાન, નાક, ગળાના રોગોમાં સંભાળ, વૃદ્ધ દર્દીઓની સાર સંભાળ, ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. તદુપરાંત દર્દીઓના આરોગ્યની સેવા તથા સુવીધાના અલગ માપ દંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.
વિવિધ પ્રકારના ચેકલીસ્ટ મુજબ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે ચકાસણી થાય બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હેલ્થ & વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરને સેવા સુવિધા ગુણવત્તા સબંધિત ૮૭ % માર્કસ સાથે આ કેન્દ્રને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય કક્ષાનુ પ્રમાણપત્ર એનાયત કર્યું છે. આ સેન્ટરનું બિલ્ડીંગ પ્રી ફેબ્રીકેટેડ પ્રકારનુ ભુકંપ વખતનું હોવા છતા આટલા સારા માર્કસ સાથે આ પ્રમાણપત્ર મેળવેલ છે. આનાથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓમાં પણ ઉતરોત્તર વધારો થશે. આનાથી હેલ્થ અને વેલનેસ સેન્ટર – લક્ષ્મીનગર દ્વારા સર્વિસ ડિલિવરીમા ગુણવતાના ધોરણોને સુધારવામાં યોગદાન આપીને દર્દી કેન્દ્રિત ગુણવતા સુધારણાના ટકાઉ મોડેલ માટે મોકળો માર્ગ કર્યો છે.
આ પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા ક્વોલીટી મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયાના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, મેડિકલ ઓફિસર ડો. ચેતન વારેવડીયા તથા આયુષ મેડિકલ ઓફિસર ડો. ડી. એસ. પાંચોટીયા અને બીજા તમામ સ્ટાફ દ્વારા કામગીરી કરીને આ સફળતા મેળવી છે. તેમજ ગામના સરપંચ તેમજ અન્ય આગેવાન ગ્રામજનોનો પણ સંપુર્ણ સહયોગ થકી આ સિદ્ધિ મેળવેલ છે.
રાજ્ય આરોગ્ય સેવાઓ અને માળખાકિય સુવિધાઓને ગુણવતાયુક્ત બનાવવાની સરકારની નેમ છે ત્યારે જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલ આ સન્માન બદલ જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્થ & વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરની કોમ્યુનિટી હેલ્થ ઓફીસર ડો. વિજય આર.અગોલા અને હેલ્થ & વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરની સમગ્ર ટીમ તથા જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કેટલાક માણસો દ્વારા રોડ પર ઉકરડા રૂપી દબાણ ખડકી દેવામાં આવ્યા હતા જે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરી રોડ ખૂલ્લો કરાયો છે.
મોરબી તાલુકાના ચકમપર થી જીકીયાળી ગામ તરફ જવાના રોડ ઉપર અમુક દબાણો કરતા દ્વારા રોડ પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેના...
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...
હળવદ શહેરમાં આવેલ સરા રોડ પર ઢવાણીયા દાદાની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસેથી આધેડનો છકડો રિક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા મોરબી દરવાજા ક્રુષ્ણનગરમા રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કરતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...