Sunday, March 26, 2023

આવતા અઠવાડિયે દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ,ક્રુડ ઓઈલની કિંમત ઓલટાઈમ હાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે.

Chakravatnews

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ)ની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પણ પડી છે. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 110 ડોલરને પાર પહોંચી ગઈ છે. આ છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ ભાવ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં પાંચ ટકાનો વધારો થયો છે. આ પછી તેની કિંમત વધીને $110.23 પ્રતિ બેરલ થઈ ગઈ. જુલાઈ 2014 પછી પ્રથમ વખત ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $110 પર પહોંચી ગઈ છે.ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકા ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. બીજી તરફ છેલ્લા 118 દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા છે. આ કિંમત કેન્દ્ર સરકારના એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડા અને રાજ્ય સરકારના વેટના ઘટાડા બાદની છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારા બાદ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર