Thursday, April 25, 2024

કચ્છની ધરા ધ્રુજી, 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કચ્છની ધરા ધ્રુજી,કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે સવારે 9.46 વાગ્યની આસપાસ 4.3ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. આ આંચકાને કારણે લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. સૌથી વધુ તીવ્રતા કચ્છ, ભૂજના વિસ્તારમાં નોંધાઇ હતી. આ ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા પરંતુ સદનસીબે, હજી કોઇ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી.ખાવડામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાને કારણે આની અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થઇ હતી.ગઈ કાલે રાત્રે 2. વાગ્યે ભચાઉમાં પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું. નવેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કીમી દૂર નોંધાયું છે. બપોરે 3.40 કલાકે હળવો ભૂકંપ અનુભવાયો છે. સુરત અને ભરૂચની સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલોલમાં 3 સેકેન્ડ સુધી ધરાધ્રૂજી છે. તો પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વડોદરાના સાવલી તાલુકામાં 2થી 4 સેકન્ડ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર