વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે!
ગાંધીનગર: 17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ આવતીકાલે૨/૬/૨૦૨૨ના રોજ ભાજપમાં સામેલ થશે. પાટીદાર આંદોલનથી હીરો બનેલા હાર્દિક પટેલે ભાજપ અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને લઈ અશોભનીય શબ્દો ઉચ્ચાર્યા હતા. ભાજપ સરકારને ઉથલાવવા બેફામ નિવેદનો અને આક્ષેપો કરી આંદોલન કરનારા અને કોંગ્રેસનો પંજો છોડી કમળ પકડનારા હાર્દિકના ભાજપ પ્રવેશની તારીખ અને સમય સામે આવતાં જ ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે.
ભાજપના ઘણા નેતાઓ કહી રહ્યા છે કે, હાર્દિકના ભાજપ પ્રવેશથી તેમના કાર્યકરોની દયા આવી રહી છે. જેમની સામે આંદોલન કર્યું તેમના માટે હવે ખુરશી સાફ કરવી પડશે. ભાજપ કાર્યકરોએ હવે હાર્દિકને કમને સાહેબ કહેવું પડશે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે. ભાજપ હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે. જોકે તેના કારણે ભાજપના પાયના કાર્યકરો અને નેતાઓમાં ઉકળતો ચરુ છે પણ પક્ષની મર્યાદાના કારણે ખુલ્લેઆમ વિરોધ નથી કરી રહ્યા.
કેટલાંક નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. તેના પાટીદાર આંદોલનના સાથી વરૂણ પટેલ ભાજપમાં છે તેની હાલત જોવા જેવી છે, જ્યારે રેશમા પટેલ ભાજપ છોડીને એનસીપીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાંથી આવેલા ઘણા નેતાઓનો ઉપયોગ કરી લીધા બાદ તેમને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે, હાર્દિક સાથે પણ આવું જ થશે.
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - 2017 ના નિયમો અને જોગવાઈઓ અનુસાર, Person on Record (P.O.R.) તરીકે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ રજિસ્ટ્રેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિકાસ અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. P.O.R. રજિસ્ટ્રેશન માટે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત...
સુરજબારી ચેક પોસ્ટ પાસે, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી સ્કોર્પીઓ એન ગાડીમાં ભરેલ IMFL ની બોટલો નંગ-૪૨૦ કી રૂ.૫,૫૦,૮૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૧૫,૫૮ ,૮૦૦ /- ના મુદામાલ સાથે પધ્ધર પોલીસ સ્ટેશન તથા પ્રાગપર પોલીસ સ્ટેશન તથા જામનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લાંબા સમય થી પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા...
મોરબી શહેરમાં આવેલ મચ્છુ -૦૩ માં જુના આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી અવારનવાર માણસો આપઘાત કરે છે ત્યારે આ પુલ પુલ પર જારી બાંધવા અથવા પતરા નાખવામાં આવે તેવી મોરબીના સમાજીક કાર્યકરોએ મહાનગરપાલિકાના કમિશ્નર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી મચ્છુ-૩ ડેમ પર અવાર - નવાર આપઘાતના...