કાંતિલાલ અમૃતિયાના સમર્થનમાં મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં આજે કાર રેલી યોજાશે
મોરબી: ૬૫ મોરબી – માળિયા વિધાનસભાના વિસ્તારના લોકપ્રિય ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના સમર્થનમાં આજે તા. ૨૯-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે કાર રેલીનું આયોજન કરેલ છે.
આજે કાનાભાઈ અમૃતિયા દ્વારા શહેરભરમાં લોકમત કેળવવા માટે ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની કાર રેલી આજે તા. ૨૯ને મંગળવારે બપોરે ૧:૩૦ કલાકે તેમના કાર્યાલયથી નીકળશે. જેમાં ભાજપના દરેક હોદેદારો, આગેવાનો અને મોટો સમર્થક સમુદાય કારના કાફલા સાથે જોડાશે. આ કાર રેલી તેમના કાર્યાલયથી જીઆઇડીસી, ઉમિયા ચોક, અવની ચોકડી, સ્વાગત ચોકડી, બાપા સીતારામ ચોક, એ.જે.કંપની, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામચોક, ગાંધીચોક, વિજય ટોકીઝ, ખોજાખાના શેરી, મંગલ ભુવન ચોક, વીસી ફાટક, પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, સર્કિટ હાઉસ થઈ ઉમા ટાઉનશીપ ખાતે પહોંચીને પૂર્ણ થશે. આ રીતે કાર રેલીમાં તેઓ પ્રચાર કરી ઠેરઠેર લોકોનું અભિવાદન ઝીલીને લોકમત કેળવશે.