Friday, April 26, 2024

મોરબીમાંથી વધું ત્રણ બાઈકની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી જીલ્લામાં બાઈક ચોરીના કેસમાં દીવસે ને દીવસે વધારો નોંધાય રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય જેનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં બાઈક ચોર ગેંગ સક્રિય છે ત્યારે મોરબીમાંથી વધું ત્રણ બાઈકની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ નાસી ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના બરવાડા ગામે રહેતા છગનભાઇ વેલાભાઈ ખાંભલા (ઉ.વ.૩૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૯-૨૦૨૨ થી ૨૭-૦૯-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ રજીસ્ટર નં- જીજે-૦૩-ઈએફ-૧૬૨૫ વાળુ સને ૨૦૧૧ ના મોડલનું કિ.રૂ.૧૮૦૦૦/- વાળુ કાળા કલરનું મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ટ કેન્ટીનવાળી શેરીમાં જાહેર રોડ ઉપરથી પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયેલ હવાની છગનભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જયારે બીજી ફરીયાદ મોરબી રણછોડનગર નીધીપાર્ક શાંતીવન સ્કુલની આગળ રહેતા અમીનશા વલીશા શાહમદાર (ઉ.વ.૪૩)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૧-૨૦૨૨ થી ૦૨-૧૧-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હિરો સ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં- GJ-10-AN-9423 જે મોડલ ૨૦૦૯ નુ કિ.રૂ.૨૦૦૦૦ વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર મોરબી શનાળા રોડ છોટાલાલ પેટ્રોલપંપ સામે એ.બી.સી પાન નજીક પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયેલ હવાની અમીનશાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ત્રીજી બાઈક ચોરીની ફરીયાદ મોરબીમાં કબીર ટેકરી શેરી નં-૭મા રહેતા નવલભાઈ નારણભાઈ બળદા (ઉ.વ.૨૨)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હિરો સ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં- GJ-03-AH-0798 વાળુ મોડલ 2003 નુ કિ.રૂ.૨૦૦૦૦ નુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર મોરબી આયુષ હોસ્પીટલ નીચે પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયેલ હવાની નવલભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરી અંગેની ત્રણ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર