મોરબી પંથકમાં ખનીન માફીયાઓ દ્વારા ખનીજ ચોરી ની અવારનવાર ફરીયાદો સાભળવા મળતી હોય છે પણ જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતાં ખનન માફીયાઓ નેં મોકળું મેદાન મળી રહે છે ત્યારે આવી જ એક ખનીજ ચોરી ની ફરીયાદ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ તાલુકાના પાનેલી ગામમાં ખનીજચોરી થતી રોકવા માટે ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ દ્વારા નાયબ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
જે રજુઆતમાં જણાવ્યું છે કે પાનેલી ગામના સર્વે નંબર ૧૪૦ પૈકીની જે જમીન ગામ તળ હેઠળની હોય સર્વે નંબરમાંથી રાત્રીન સમયે અજાણ્યા ઈસમો દ્વારા જેસીબીથી ગેરકાયદેસર રેતી ખનન કરીને રેતી ચોરી કરવામાં આવે છે જેથી પાનેલીના સરપંચ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે અને પાનેલી ગામમાં ચાલતી ખનીજચોરી અટકાવવા માંગ કરી છે તેમજ ગામના રહેવાસીઓને ગામતળનો પ્લોટ મળી રહે તેવી માંગ કરી છે.
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી જુગાર રમતા કુલ-૧૨ આરોપીઓને રોકડ રૂા.૧,૬૧,૨૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી કુલ -૧૨ ઈસમો ભાવેશભાઇ મનુભાઇ ખાંભડીયા રહે ગામ ગોલાસણ તા.હળવદ, મેહુલભાઈ જેરામભાઇ...
મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૦૪ રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રકમ રૂ.૪૩૭૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૦૪ રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો...
હળવદ મેઇન બજાર રાજેશ સ્ટોર પાસેથી વેપારીનું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર રોડ પર આવેલ મહર્ષિ ટાઉનશીપ શેરી નં -૦૬મા રહેતા અને વેપાર કરતા ભાવેશભાઈ રમેશભાઈ કણેત (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...