મોરબી તાલુકા પોલીસે ખાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડો પાડી 9 શકુનીઓની રૂ. 64 હજારની રોકડ મળી કુલ રૂ. 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે બે શખ્સ નાસી છુટતા તેને શોધવાની કવાયત હાથ ધરી છે.
જ્યારે કિશોરભાઇ રૂગ્નાથભાઇ જીવાણી રહે. હાલ-મોરબી, મુળ રહે. ખાનપર તથા ઇભુભાઇ ગુલાબભાઇ ચૌહાણ રહે. નેસડા, તા.ટંકારા નાસી જવામાં સફળ રહ્યા હતા.પોલીસે સ્થળ પરથી રૂ. 64000 રોકડ તથા 4 બાઈક કિંમત રૂ. 60000 મળી કુલ રૂ. 124000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળીના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા “આત્મનિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ 6 યુવતીઓને બ્યુટી પાર્લર અને મેહંદી કોર્સ સંપૂર્ણપણે મફતમાં શીખવવાની વ્યવસ્થા કરી છે.
આ તમામ યુવતીઓ આ તાલીમ ઉમા’ઝ પાર્લર ખાતે ઉમાબેન સોમૈયા પાસેથી મેળવશે. ઉમાબેન વર્ષોથી બ્યુટી ક્ષેત્રમાં પોતાની...
મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા બંનેને અલગ-અલગ જેલ હવાલે કવામાં આવેલ છે.
પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલતા શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ...
મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિર થી પ્રસ્થાન કરાવી હતી. ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીના સુતરની આંટી પહેરાવી...