રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગાંધીનગર ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર મોરબી જિલ્લા રમતગમત અધિકારી કચેરી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત 11 મો ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાનું સ્કેટિંગ સ્પર્ધા નું આયોજન તારીખ 24, 3, 2022 ને ગુરુવાર ના રોજ યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી મોરબી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ના મુખ્ય મહેમાન પદે અને યુનિક સ્પોર્ટ્સ એકેડમી ના સંચાલકો દ્વારા આયોજિત કરવામાં આવ્યું સ્થળ સંચાલક તરીકે કિરીટભાઈ દેકાવડીયા દ્વારા કરવામાં આવ્યું
રેફરી તરીકે સિદ્ધાર્થ ભાઈ વ્યાસ રાજકોટ ની ટીમ દ્વારા કાર્યક્રમને સુપેરે પાર પાડવામાં આવ્યો આ કાર્યક્રમનું ઓપનિંગ ભારતીય સંસ્કૃતિ મુજબ નારિયેળ ફોડી ને કરવામાં આવ્યું સાથે સ્કેટિંગમાં અંડર ઇલેવન થી ફ્લેગ હોસ્ટીગ લવજીભાઈ દેકાવડિયા દ્વારા આપવામાં આવ્યું સાથે મોરબી જિલ્લાના તમામ તાલુકા માંથી આવેલા રમતવીરોને લીંબુ શરબત અને પફ નો નાસ્તો યુનિક સ્પોર્ટ્સ એકેડમી તરફથી કરાવવામાં આવ્યો.
.નાસ્તા અને સરબત ના વિતરણ અને બનાવવા માં એકેડમી ના તમામ ભાગીદારો એ જહેમત ઉઠાવી… વ્યવસ્થિત રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો સાથે પાટીદાર ધામ મોરબી દ્વારા એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવી… જહેમંત ઉઠાવનાર કેવિન ભાઈ,નરેન્દ્ર ભાઈ,ચેતન ભાઈ,દેવરાજ ભાઈ,રામજી ભાઈ,ઘનશ્યામ ભાઈ,જયદીપ ભાઈ,ઉત્સવ ભાઈ,મયુર ભાઈ,શૈલેષ ભાઈ તમામ આયોજકોનો આ તકે યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી એ ખુબ ખુબ આભાર માન્યો
આજે ધોરણ 1 થી 5 વાળી શાળા શ્રી કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ધોરણ 5 ના દરેક બાળકોએ પોતાના શાળા સમય દરમિયાનના અનુભવો જણાવ્યા.
ત્યારબાદ શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી એ એક પ્રેરણાદાયી અને વિદાય ગીત રજુ કર્યું જે સાંભળી...