Sunday, May 18, 2025

ગણતરીના કલાકો માંજ ટંકારા લુંટ નો ભેદ ઉકેલતી એસઓજી ટીમ બે લુંટારાઓને દબોચી લીધા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ધોળા દિવસે લુંટ કરનારા ભાગવામાં સફળ થાય તે પહેલાં જ એસઓજીની ટીમે ઝડપી પાડયા
ટંકારા તાલુકાના સજનપુર થી અદેપર જવાના રસ્તે ગઈકાલે ફાઈનાન્સ કંપનીમાં કામ કરતાં એક યુવાનને એક્સેસ મોટરસાઇકલ પર આવેલા બે શખ્સોએ પછાડી તેમની પાસે રહેલા ૧.૪૧ લાખ રૂપિયા ની લૂંટ ચલાવી નાશી છુટતા સનસનાટી મચી ગઇ હતી
બાદ માં આ બાબતે એસઓજી ની ટીમ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરતાં ગણતરીના કલાકોમાંજ લુંટ ને અંજામ આપનારા બે શખ્સો ને રંગેહાથ ઝડપી લીધા હતા
મોરબીના સામાકાંઠે આવેલ વિધુતનગર સોસાયટીમાં રહેતા અને મૂળ માળીયાના બોડકી ગામના વતની તેમજ ફાયનાન્સ કંપનીમાં કામ કરતા સંદીપ હીરાભાઈ ડાભી નામના યુવાન ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપરથી અદેપર ગામ જવાના કાચા રસ્તા ઉપર બાઈક ઉપર પસાર થઈ રહ્યો છે. ત્યારે મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ યુવાનને પછાડી દઈ સંદીપભાઈ પાસે રહેલા રૂ.1.41 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ઘટના અંગે લૂંટારુનો ભોગ બનેલા યુવાને ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરતા ટંકારા પોલીસે જિલ્લા કંટ્રોલને જાણ કરી નાકાબંધી કરાવી હતી.
એસઓજીની ટીમને પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા પો.કોન્સ ભાવેશભાઇ મિયાત્રાને મળેલ ચોક્કસ બાતમી આધારે લૂંટ કરનાર બન્ને આરોપીઓ દીવ્યેશ ભગવાનજીભાઇ હણ (ઉ.વ.૧૯ રહે.નવાગામ તા.જી.મોરબી) તથા સંજયભાઇ નાથાભાઇ પડસારીય (ઉ.વ.૧૯ રહે.નવાગામ તા.જી.મોરબી) ને લૂંટમાં ગયેલ મુદામાલ રોકડા રૂપીયા 1.41 લાખ તથા બનાવમાં વાપરેલ મો.સા એક્સેસ કી.રૂ.૩૦,૦૦૦ સાથે ઝડપી લીધા હતા.
આ સફળ કામગીરી એસઓજી પીઆઇ જે.એમ.આલ, પોલીસ હેડ કોન્સ સબળસિંહ સોલંકી, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, પો.કોન્સ સતીષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા તેમજ ડ્રા.પો.કોન્સ અશ્વિનભાઇ લોખીલ વગેરે દ્વારા કરેલ હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર