જામનગરમાં ઘરેલુ અત્યાચારના ગુન્હામાં છેલ્લા 5 માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે ઝડપી પાડયો
મોરબી: જામનગર મહિલા પોલીસ સ્ટેશનના ઘરેલુ અત્યાચારના ગુન્હામાં છેલ્લા ૫ માસથી નાસતા ફરતા આરોપીની ભાળ મેળવી મોરબી એસ.ઓ.જી.ટીમે શોધી કાઢેલ છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના થઇ આવેલ હોય જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીનાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જેથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય
તે અન્વયે પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ આશીકભાઇ રહીમભાઇ રાઉંમા નાઓને બાતમી મળેલ કે, જામનગર મહિલા પોલીસ સ્ટેશન બી પાર્ટ આઇ.પી.સી.કલમ -૪૯૮(એ),૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના કામે આરોપી અશોકભાઇ વાલજીભાઇ મોડીયા જાતે સતવારા ઉ.વ.૪૦ ધંધો મજુરીકામ રહે, મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી મકાન નંબર-૧૧૨ તા.જી.મોરબી મુળગામ ધોલ મોરબીનાકાની બાર દરેડવાડી તા, ધોલ જી, જામનગર વાળો લીસ્ટેડ નાસતો ફરતો હોય જે મોરબી જેતપર રોડ ઉપર લેકમી સીરામીક પાસે હોવાની બાતમી મળતા તેની તપાસ કરતા જે ઘરેલુ અત્યાચારના ગુન્હામા નાસતો ફરતો હોય જેથી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી જામનગર જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવા આવેલ છે.