જુના સાદુળકા નજીક ટ્રકે કારને ઠોકર મારતા અકસ્માત
મોરબીના જુના સાદુળકા ગામે ટ્રક અને કાર વચ્ચે ટક્કર થયાની ઘટના સામે આવી છે. જેને પગલે અકસ્માત સર્જાયો હતો.
રાજકોટના પંચાયતનગર ચોક પાસે રહેતા ફરિયાદી ભુપેશભાઈ નારણભાઈ ચારોલાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ જુના સાદુળકા ગામની સિમમા આવેલ રાધે ભાઇના ભૈડિયા નવરચના સ્ટોન સામેથી પોતાની સફેદ કલરની ફોર્ડ ફિએસ્ટા ગાડી રજી નં- GJ-03-DN-5476 પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. એ સમયે આરોપી ડ્રાઇવર સંજયકુમાર સુરેશકુમાર યાદવે પોતાના હવાલાનુ અશોક લેયલંડ ની ટ્રક ટ્રઈલર જેના રજી નં-GJ-12-BV-3071 વાળુ વાહન માણસોની જીંદગી જોખમાય તેમ પુ૨ ઝડપે ભયજનક અને ગફલત ભરી રીતે બેફીકરાયથી ચલાવી ભુપેશભાઈની ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે IPC કલમ-૨૭૯ MV ACT કલમ-૧૭૭,૧૮૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.