ટંકારાના હડમતીયા ગામે કેમિકલ યુક્ત પાણી પિધા બાદ 20 ઘેટાં બકરાંના મોત
ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ૨૦ ઘેટા બકરાના મોત થયા છે અને ૧૨ જેટલા ઘેટા બકરાની હાલત ગંભીર છે. આ ઘેટાં બકરાંના મોત કેમીકલ યુક્ત પાણી પીવાથી થયા હોવાનો પશુપાલકે આક્ષેપ કર્યો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ચરાણ માટે ગયેલા મોતીભાઈ કરશનભાઈ સાટકાના એકસો જેટલા ઘેટાં બકરાના ટપોટપ મોત થયા છે અને જોત જોતામાં ૧૮ જેટલા જીવ સિમમા મુત્યુ પામ્યા હતા. જ્યારે ૨નું ઘરે પહોચી મોત નિપજ્યું હતું. તો બારથી વધુની હાલત ગંભીર છે. ત્યારે આ અંગે તાલુકા પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ભોરણીયાનો સંપર્ક કરતા પોતે સ્થળ પર પહોંચવા રવાના થયાનું જણાવ્યું હતું અને આરોગ્ય ટીમ પણ તાકીદે સારવાર હાથ ધરશે તેમ કહ્યું હતું. આ ઘટના અંગે માલધારી સાથે વાત કરતા તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે સીમમાં કેમિકલ ફેકટરીનુ પાણી બહાર આવતુ હોય જે આ ઘેટા બકરા એ પીધા બાદ મુત્યુ થયું છે.