ટંકારા હડમતીયા રોડ ઉપર આવેલ તળાવમાં ડૂબી જતાં એકનું મોત
ટંકારા: ટંકારા હડમતીયા રોડ ઉપર કાંતીલાલ વાઘજીભાઇ રંગપરિયાની વાડી નજીક આવેલા તળાવમાં ડૂબી જતાં એકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વિજય શૈલેષભાઇ ડામોર રહે. ટંકારા હડમતીયા રોડ ઉપર કાંતીલાલ વાઘજીભાઇ રંગપરિયાની વાડીએ મુળ રહે. ઘુટીયા ગામ, જી. દાહોદ વાળા ગત તા.૨૯-૧૧-૨૦૨૨ ના રોજ સવારના દસક વાગ્યાની આસપાસ ટંકારા હડમતીયા રોડ ઉપર કાંતીલાલ વાઘજીભાઇ રંગપરિયાની વાડી નજીક આવેલા તળાવમાં( પાણીના ખાડામાં) ડૂબી જતાં વિજયભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.