ધ્રુવનગર ગામની સીમમાં પરિણીતા દવા પી લેતા સારવારમાં
ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી
બનાવની મળતી વિગતો મુજબ ધ્રુવનગર ગામની સીમમાં વાડીએ રહેતા નંદાબેન શંકરભાઈ પરમાર (ઉ.વ.૨૧) નામની પરિણીતા વાડીએ કોઈ કારણોસર દવા પી લેતા સારવાર માટે ટંકારામાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવી છે ભોગ બનનાર પરિણીતાનો લગ્નગાળો ૨ વર્ષનો હોવાનું અને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે ભોગ બનનાર હાલ ભાનમાં છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે