નાગડાવાસના પાટીયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી : મોરબી માળીયા હાઈવે નવા નાગડાવાસ ગામના પાટીયા નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર નવા નાગડાવાસ ગામના પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલા સંજયભાઈ ઉર્ફે ગુણો લખમણભાઇ સાતોલા (રહે. જુના નાગડાવાસ) ને કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના મોટાભાઈ સુંદરમભાઈ ઉર્ફે દિલીપભાઈ લખમણભાઈ સાતોલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.