મોરબી વિદ્યાદાન મહાદાનને ચરિતાર્થ કરવા પાટીદારધામ ના પ્રમુખ સેવક દેકાવડિયા કિરીટ ભાઈના ધર્મ પત્ની શોભનાબેનનો જન્મ દિવસ હોય…તેઓએ જન્મ દિવસની ઉજવણી કેક કાપી કે પાર્ટી કરીને કરવાને બદલે પાટીદાર ધામ કે જે Gpsc ના ક્લાસ ચલાવે છે તેમાં આર્થિક યોગદાન આપીને જન્મદિવસની સાદાયથી પ્રેરણાદાયી ઉજવણી કરી
સમાજને એક નવો રાહ ચિંધ્યો છે…જેથી ખોટા ખર્ચ કરવા કરતાં આપણી લક્ષ્મી શિક્ષણ અને આરોગ્ય સંસ્થા માં વપરાય તેવો હેતુ સિદ્ધ કર્યો છે…આજે શોભનાબેન ને ચોમેરથી સેવાકિય પ્રવૃત્તિ કરતા રહેવાની અને જન્મ દિવસની શુભકામના મળી રહી છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે છેલ્લા ૬ મહિના થી મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રહેતા નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ ધામ-મોરબી...
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હી (NDMA) ની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પીપીટીના માધ્યમથી જિલ્લામાં ભારે વરસાદથી પૂર, વાવાઝોડા, ઉધોગ ગૃહોમાં અકસ્માતો, ગેસ લીકેજ વગેરે જેવી સંભવિત આપત્તિના સમયમા આફતગ્રસ્તો માટે રાહત બચાવની કામગીરી, તે માટેનું જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની કમિટીના...