હળવદ તાલુકામાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ થઇ રહ્યો છે તેવામાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પેપરમીલ બનાવવામાં આવી છે જે પેપરમીલ થી ગ્રામજનોને અતિ દુર્ગંધ સહન કરવી પડતી હોય તેમજ પેપરમીલ ના વેસ્ટ પાણીથી લોકોને ખેતીમાં મા નુકસાન થતું હોવાનું તેમજ નાના બાળકોને તેમજ ગ્રામજનોને ચામડીના રોગ આંખના રોગ જેવા રોગોનો ભયંકર ખતરો સેવાય રહ્યો હોવાની ભીતિ તેમજ ભારે દુર્ગંધથી લોકો ને માથાનો દુખાવો સહન કરવો પડતો હોય છે આવી અનેક સમસ્યાઓને કારણે આજે સમસ્ત સુંદરગઢ ગ્રામજનોએ એકઠા થઈને હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમજ તારીખ ૧ મે સુધીમાં લોકો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી
આ વેસ્ટ પાણીના કારણે નદીનું પાણી દૂષિત થતું હોય જેના કારણે ખેતીમાં પણ નુકસાન સહન કરવાની ફરજ પડે છે તેમજ આગામી દિવસોમાં જો આમ જ ચાલ્યું તો સમસ્ત ગ્રામજનોએ હિજરત કરવી પડે તેવો ગ્રામજનો નો આક્ષેપ, અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી જો હવે કોઈ નક્કર પરિણામ ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
રવિ પરીખ હળવદ
મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી...
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી...