મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી ખોવાઇ ગયેલ મોબાઈલ શોધી આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી
જાણવા મળતી વધુ વિગતો મુજબ મોરબીમાંથી રૂ ૧.૧૧ લાખની કિંમતના ખોવાયેલા 6 મોબાઈલ બી ડિવિઝન પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા અને તે મૂળ માલિકને પરત કર્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા ટીમ કાર્યરત હોય દરમીયાન બી ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ ઝાલાની ટીમે ટેકનીકલ વર્ક આઉટ કરી ઓપો, વિવીઓ અને શાઓમી કંપનીના છ મોબાઈલ શોધી કાઢ્યા હતા અને ૧.૧૧ લાખની કિમતના છ મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત સોપ્યા હતા ત્યારે અરજદારોએ પણ પોલીસ ટીમનો આભાર માન્યો હતો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ -03 મોટરસાયકલ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે મુજબ સર્વેલન્સ સ્કડનો સ્ટાફ મોરબી...
રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી...