Sunday, September 8, 2024

બોયફ્રેન્ડ સાથે રજાઓ ગાળનાર આમિર ખાનની પુત્રી ઇરા ખાનએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બોલીવુડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઇરા ખાન પણ બોલિવૂડની લોકપ્રિય સ્ટાર ચાઈલ્ડમાંની એક છે. થોડા દિવસો પહેલા ઇરા તેના બોયફ્રેન્ડ સાથે ચર્ચામાં આવી હતી. હવે તાજેતરમાં ઇરા ફરી એકવાર આવી ચર્ચાઓ માં આવી છે. ઇરા ખાન હાલમાં તેના બોયફ્રેન્ડ સાથે રજાઓ માણી રહી છે.

ઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ઘણા ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરે છે. ઇરાએ બોલીવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ ઘણી સારી છે.

અભિનેતા આમિર ખાને તાજેતરમાં 28 ડિસેમ્બરે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ પ્રસંગે, આમિર તેના પરિવાર સાથે ગુજરાત પહોંચ્યો હતો જ્યાં તેઓએ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન આમિર અને તેના પરિવાર સાથે એક વધુ વ્યક્તિ હાજર હતો. ઉલ્લેખનીય છે કે તે વ્યક્તિ આમિરના ફિટનેસ કોચ અને ઇરા ખાનના કથિત બોયફ્રેન્ડ નૂપુર શિકરે છે.

નૂપૂરે તાજેતરમાં ગીર નેશનલ પાર્કમાંથી વન્યજીવનના કેટલાક ફોટા શેર કર્યા છે. એવું માનવામાં આવે છે કે નૂપુર ગીર નેશનલ પાર્કમાં આમિર ખાન અને તેના પરિવાર સાથે પણ હાજર હતો. નૂપુરની આ પોસ્ટ પણ ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને નૂપુર શિકરેની ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. જોકે, આ બંને તરફથી હજી સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર