મોરબી શહેરના રહેણાંક વિસ્તારમાં જે તે સોસાયટીના નામો તેમજ વિસ્તારમાં શેરી નંબરના બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી શહેર ભાજપ કારોબારી સભ્ય જનકભાઈ વાલજીભાઈ હિરાણીએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં દરેક વિસ્તારોમાં શેરી નંબરના બોર્ડ, વોર્ડ નંબરના બોર્ડ આજદીન સુધી લગાવેલ નથી. જેથી દરેક વિસ્તારમાં વોર્ડ નંબર અને શેરી નંબરના બોર્ડ લગાવવામાં આવે તો બહારથી આવતા લોકો અને શહેરીજનોને સરનામું શોધવામાં સરળતા રહે.
