રક્તદાતાઓ નેં ખોખરા હનુમાનજી ની પ્રતિમા ભેંટ આપવામાં આવશે
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ના માજી સરપંચ સ્વ: અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે બોપલીયા પરિવાર દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવા સત્સંગ સંધ્યા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ સંધ્યા તા.3ને મંગળવારના રોજ રાત્રે 8 કલાકે CNG પંપ ગ્રાઉન્ડ, મહેન્દ્રનગર ખાતે અને બ્લડ ડોનેશન કેમ્પ સવારે 8:30 કલાકે યોજાશે.
માજી સરપંચ, મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યોમાં પોતાનું સંપૂર્ણ જીવન કાર્યો કરીને પ્રજાના હૃદયમાં સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનકેશ્વરીદેવી તથા સંતોની હાજરીમાં લોકપ્રિય ભજનિક શૈલેષ મહારાજ, વિવેક સંચલા તેમજ યુવા સાહિત્યકાર રવીન્દ્ર સોલંકી શ્રદ્ધાસુમન અર્પણ કરશે. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે ઉપર મરકયુના સીરામીકની સામે રોડ પર થી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- ૧૧૨ કિ.રૂ. ૧૨૯૯૨/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩૦,૧૭,૯૯૨/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં...
મોરબીના બેલા આમરણ રોડ ઉપર આમરણ ગામની ગોલાઈ પાસે રોડ પર ચણાની ભરેલ ટ્રક બેફિકરાઈથી ચલાવતા ટ્રક પલ્ટી મારી જતા ટ્રકમાં પાછળ બેઠેલ એક વ્યક્તિ ચણાની ગુણીઓ નીચે દબાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ભોગ બનનાર મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ...