માળિયા મી નાં બગસરા ગામે પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા વિજ પોલ અકસ્માત સર્જે તેવી સ્થિતિ માં હોય ગામનાં સરપંચ શ્રી ગૌરી બેન નાગજીભાઈ પીપળીયા એ પીજીવીસીએલ કચેરી એ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે
માળીયા (મી.) તાલુકાના ગામ બગસરા ખાતે સરકાર દ્વારા અગાઉ નાખેલા પોલ (થાંભલા) બહુ જુના છે. અને મેઇન બજારના, પીપળીયા વાસમાં, પ્લોટ વિસ્તારમાં, મગન ખોડાભાઇ અખિયાણીની શેરી સહીત આખા ગામમાં પોલ (થાંભલા)ના વાયરીંગ ઉંચા લેવા તથા જરૂર હોય ત્યાં નવા પોલ બદલાવવા રજૂઆત કરાઈ છે. જેથી, અકસ્માતને આમંત્રણ ન મળે તેવી ગામ વતી પંચાયતની માંગણી છે.
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...