માળીયા (મી)માં યુવતીએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી
માળીયા (મી): માળીયા (મી) હરીજન વાસમાં રહેતા હીનાબેન અમુભાઈ પરમાર (ઉ.વ.૨૪) એ પોતાના રહેણાંક મકાને ગત તા.૨૭-૦૪-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે કોઇ કારણોસર ગળાફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.