મોરબી:ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા જીવદયા માટે પાણીના માટીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ
જેમાં આશરે ૭૦૦/- થી વધુ કુંડાનું વિતરણ થયું આ સેવાકીય જીવદયા કાર્યમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ ના પ્રમુખ સાથે મંડળના તમામ સભ્યો હાજર રહેલ જેમાં ભીખાભાઈ લોરિયા હરખજીભાઈ સુંવારિયા ચંદુભાઈ કડિવાર પ્રાણજીવન ભાઈ રંગપડિયા સહિત અનેક સભ્યો તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્યો અમરસિભાઈ નાનજીભાઈ કેશુભાઈ પી એ કાલરીયા તેમજ લા ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ કેટલાક સેવાભાવી સભ્યોની હાજરીથી આ સેવાકીય પ્રવૃતિમાં અનેરોઉત્સાહ જોવા મળ્યો
સાથો સાથ ચિત્રામંડળના તમામ સભ્યો અને મંદિર પર હાજર તમામ વડીલોને ટોબરીયાહનુમાનજી મંદિર ગૌશાળાના પ્રમુખ સેવક હરખજી ભાઈ તરફથી તમામને નાસ્તો તથા ચા પાણી આપવામાં આવ્યા હતા એમ ચિત્રા હનુમાનજી દાદાના અને પૂજારીના આશીર્વાદથી આ જીવદયા સેવાકીય કાર્યપૂર્ણ કરવા માં આવ્યું તેમચિત્રા હનુમાનજી મંડલના પ્રમુખ ટી સી ફુલતરિયાની યાદી જણાવે છે