પ્રમુખ અને ચીફ ઓફિસર
ગેરહાજર હોય મહિલાઓ તેમના નામનાં છાજીયા લઇ વિરોધ દર્શાવ્યો
ર્ગંધ મારતાં દુષિત પાણી નાં કારણે નાનાં બાળકો માં રોગચાળો ફેલાવાનો ભય
મોરબીનગરપાલિકામાં શાસન બદલાયુ સત્તા સ્થાને બેઠેલા ચહેરાઓ બદલાયા પણ અફસોસ સાથે લખવુ પડે છે કે હજું પણ લોકો ની સમસ્યાનો ઉકેલ નથી આવતો સમસ્યાઓ એની એજ છે ખાસ કરીને ઉભરાતી ગટરની સળગતી સમસ્યા હલ કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. જેમાં મોરબીના છેવાડા વિસ્તાર લાયન્સનગરમાં ગટરની સમસ્યાએ આડો આંક વાળી દેતા હવે ગટરના ગંધાતા દૂષિત પાણી ઘરોમાં ઘુસી જતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને લોકોનું ટોળું નગરપાલિકાએ દોડી જઈને મોરચો માંડ્યો હતો. ત્યારે ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી બન્નેના નામના હાય-હાયના નારા લગાવી લોકોએ ત્રણ દિવસમાં ગટરના પ્રશ્નનું નિરાકરણ ન આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર શેરી નંબર 1ના રહીશો આજે નગરપાલિકા કચેરીએ દોડી જઈને ભૂગર્ભ ગટર પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની શેરીમાં છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ હોવાથી શેરીમાં નદીના વહેણની માફક ઉભરાઈ છે. ગટરના પાણી આખી શેરીમાં રેલમછેલ થઈને વહેતા હોવાથી ભારે ગંદકીને કારણે મચ્છરોનો ઉત્પાત વધ્યો છે. આથી મેલરીયા સહિતના રોગચાળાનું જોખમ વધ્યું છે. છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટરે હવે સ્થાનિક રહીશોનું જીવવું હરામ કરી દીધું છે. જેમાં હવે તો છેલ્લા કેટલાક સમયથી શેરીમાં ઉભરાતી ગટરનું કદ એટલું બધું વધી ગયું છે કે ગટરના દૂષિત પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. તેથી રોગચાળો વકરવાની ભારે દહેશત વર્તાય રહી છે.
ગટર પ્રશ્ને સ્થાનિક લોકોએ અનેક રજુઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. બીજી બાજુ ગટર ઉભરાતી હોવાથી પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસી ગયા હોવાથી નાના બાળકોમાં રોગચાળો ફેલાય રહ્યો છે. આથી આજે લોકો રજુઆત કરવા નગરપાલિકાએ દોડી ગયા હતા. પણ જવાબદાર ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ હાજર ન હોવાથી લોકો રોષે ભરાયા હતા અને ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખના નામના હાય-હાયના નારા લગાવ્યા હતા. તેમજ જો ત્રણ દિવસમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે
મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી...
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી...