મોરબીના ગાળા ગામ નજીક યુવક તથા તેના મિત્રને બે શખ્સોએ પાઈપ વડે ફટકાર્યા
મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામ નજીક નવો પુલ બનતો હોય જે પુલ ઉપર યુવક અને તેનો મિત્ર પગે ચાલીને જતા હોય ત્યારે શખ્સોએ પુલ ઉપર ચાલવાની ના પાડી યુવક તથા તેના મિત્રને બે શખ્સોએ પાઈપ વાડે માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા રાહુલભાઈ કેશુભાઈ જીતીયા (ઉ.વ.૨૫) એ આરોપી નોઘાભાઈ ગાભાભાઈ ભીલ તથા દીનેશભાઈ નોઘોભાઇ ભીલ રહે. બન્ને જેતપર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૫-૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે ફરીયાદી તથા મહેન્દ્રભાઇ બન્ને જણા ગાળા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં સમુહ લગ્ન કરેલ હોઇ જેનો મંડપનો સામાનની દેખરેખ માટે જતા હતા ત્યારે ગાળા ગામ પાસે નવો બનતા પૂલ ઉપર પગે ચાલીને જતા હતા ત્યારે આરોપીઓએ પુલ ઉપર ચાલવાની ના પાડી ફરીયાદી તથા તેના સાથી મહેન્દ્રભાઇને ગાળો આપી આરોપી નોઘોભાઈએ ફરીયાદીને લોખડના પાઇપ વડે ડાબા હાથમાં મુઢ ઇજા કરી તેમજ કપાળના ભાગે ઇજા કરી તેમજ દાત પાડી દઇ ફેકચર જેવી ઇજા કરી તેમજ આરોપી દીનેશભાઈએ લોખડના પાઇપ વડે મહેન્દ્રભાઇને ગળાના ભાગે ડાબી બાજુ ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રાહુલભાઈએ બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.