મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામેથી વિદેશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઈ બાબુભાઈ ચૌહાણે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે તપાસ કરતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૦ કીમત રૂ.૧૧૨૫૦ મળી આવતા રજનીકાંતભાઈ ચૌહાણની અટક કરી મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં વૃદ્ધ ખેડૂત સાથે એક શખ્સે પોતાના UPI નો ઉપયોગ કરી વૃદ્ધ સાથે ઓનલાઇન ફ્રોડ કરી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 77728 પડાવ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા અને ખેતી કરતા હૈદરઅલી આહમદભાઈ...
મોરબી શહેરમાં અનેક ફ્રોડના કિસ્સાઓ સામે આવતા હોય છે તેમ છતાં લોકો અજાણ્યા લોકો પર વિશ્વાસ કરી પોતાની કમાણીના રૂપીયાનો બગાડ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફ્રોડનો વધું એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમા ત્રણ શખ્સોએ યુવક તથા સાહેદોને મારૂતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી આપવાનો...