મોરબીના ઉંચી માંડલ ગામે સિરામિક એકમમાં શેડ પર કામ કરતી વેળાએ પડી જવાથી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર રવિપાર્ક સોસાયટીમાં રહેતા ઉદયભાઇ જયંતિભાઇ વઘાડીયા ઉ.30 નામનો યુવાન ઉંચી માંડલ નજીક આવેલ સ્પોટલેન્ડ સીરામીકમા શેડ પર કામ કરતી વખતે પડી જવાથી મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
