મોરબીના વરિયાનગરનાં રહેણાંક મકાનમાંથી 11 બોટલ દારૂ ઝડપાયો
મોરબી : મોરબીના વરિયાનગરમાં પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 11 બોટલ દારૂ કબ્જે કર્યો હતો.દરોડા દરમિયાન આરોપી હાથ લાગ્યો ન હતો.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે સો ઓરડી નજીક વરિયાનગરમાં જયદિપ ઉર્ફે જયુ બેચરભાઇ ચાઉના રહેણાંકમાં દરોડો પાડતામકાનનાં સ્ટોર રૂમમાંથી 11 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 4,125નો જથ્થો મળી આવ્યો હતો.દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.