મોરબીના સોખડા ગામ તરફ જવાના રસ્તે ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કરમાંથી ફીનોલ નામનું કેમિકલ ચોરી કરતા બે ઝડપાયાં; બે ફરાર
મોરબી: મોરબી તાલુકાના સોખડા ગામ તરફ જવાના રસ્તે આરોપીના કબ્જા ભોગવટા વાળા ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ગેરકાયદેસર રીતે ટેન્કરમા ભરેલ ફીનોલ નામનું ટેન્કર ઉપર લગાવેલ સીલ ખોલી ટેન્કરમા નળી નાખી ટેન્કરમા ભરેલ ફીનોલ નામના કેમિકલનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે બેરલમા કાઢતા હોય ત્યારે રેડ દરમ્યાન મોરબી એલસીબી પોલીસે બે ઈસમોને ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામ તરફ જવાના રસ્તા આરોપી જયેન્દ્રભાઈ રામજીભાઇ આદ્રોજા ના કબ્જા ભોગવટા વાળા ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી પોતાના અંગત આર્થીક ફાયદા સારૂ આરોપી લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડ રહે. નાગડાવાસ તા.જી. મોરબી તથા જયેન્દ્રભાઈ રામજીભાઇ આદ્રોજા રહે. મોરબી વાળાએ ટેન્કર ચાલક તથા કલીનર આરોપી રાજેશભાઈ રામજીભાઇ ડવ રહે. નાગલપર મોટી તા. અંજાર જી. કચ્છ તથા અજીતસિંહ પૃથ્વીરાજ સિંહ ઝાલા રહે. અંજાર જી. કચ્છ વાળાનો સંપર્ક કરી ગેરકાયદેસર રીતે ટેંકરમાં ભરેલ ફીનોલ નામનુ કેમીકલ ટેંકર ઉપર લગાવેલ સીલ ખોલી ટેંકરમાં નળી નાખી ટેંકરમાં ભરેલ ફીનોલ નામના કેમીકલનો જથ્થો વેંચાણ કરવાના ઇરાદે બેરલમાં કાઢી તથા આરોપી રાજેશભાઈ રામજીભાઇ ડવ અને અજીતસિંહ પૃથ્વીરાજ સિંહ ઝાલા ટેન્કર ચાલક તથા કલીનરે પોતાના કબ્જા ભોગવટાવાળા ટેન્કર પોતાના શેઠ તથા માલ ખરીદ કરનારની જાણ બહાર ગુન્હાહિત વિશ્વાસઘાત કરી ગેરકાયદેસર ફીનોલ નામના કેમીકલનો જથ્થો કાઢતા રેઇડ દરમ્યાન આરોપી રાજેશભાઈ તથા અજીતસિંહે મહીન્દ્રા બ્લેન્જો કંપનીનુ ટેન્કર નં.GJ-12- BW-7751 કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા ટેન્કરમાં ભરેલ ફીનોલ નામનુ કેમીકલ આશરે ૨૩,૨૨૦/- લીટર કિં.રૂ.૨૩,૪૫,૨૨૦/- તથા ટેંકરમાંથી કારખાનામાં ટેંકરના ટાંકામાં નળી બેરલ ઇલેકટ્રીક મોટર મારફતે ભરેલ કેમીકલ આશરે ૩૦૦૦ લીટર કી.રૂ.૩,૦૩,૦૦૦/- તથા રોકડા રૂપીયા-૧૨,૦૦૦/- કીયા કાર નંબર-GJ-36-AC-7775 કી.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/-, કેમીકલ ચોરી કરવા માટેની સાધન સામગ્રી જેમાં નળી, બેરલ, ઇલેકટ્રીક મોટર મળી કૂલ રૂ.૪૧,૭૦,૨૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઈ રામજીભાઇ ડવ તથા અજીતસિંહ પૃથ્વીરાજ સિંહ ઝાલાને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે જ્યારે આરોપી લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડ નાશી ભાગી જઇ તથા આરોપી જયેન્દ્રભાઈ રામજીભાઇ આદ્રોજા હાજર નહી મળી આવતા મોરબી એલસીબી પોલીસે તમામ આરોપીઓએ વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૭,૪૧૧,૧૧૪ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.