મોરબીની નવયુગ સ્કૂલનું ધોરણ 12 સાયન્સનું ઝળહળતું 89.65% પરિણામ
મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. છેલ્લાં પાંચ વરસથી દર વર્ષે સાયન્સનું ટોપ રીઝલ્ટ આવે છે. ત્યારે આ વર્ષે પણ નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ 89.65% પરિણામ પ્રાપ્ત કર્યું છે.
જેમાં મયંક એગ્રો મેન્ટોર હિતેશભાઈ ગામીની પુત્રી ધ્રુવીએ સાયન્સના રીઝલ્ટમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધ્રુવીએ અથાક પરિશ્રમ કરી સફળતા મેળવી છે. અને સમગ્ર મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત નવયુગ સાયન્સ સ્કૂલના 37 વિદ્યાર્થીઓએ પણ 90થી વધુ પીઆર મેળવ્યા છે. ઝળહળતી સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા છે.