Monday, September 9, 2024

મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સમયમાં? ઉધોગ ને રાહત થાય તેવા સરકારે નક્કર પગલાં ભરવા જોઇએ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લાખો લોકોની રોજગારી પર સીધી અસર

 

ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક ઉધોગ નાં કપરાં સમયે મૌન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે

દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક ઉધોગ હાલ ભયંકર મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યો છે યુક્રેન રશિયા યુદ્ધના કારણે એક એક્સપોર્ટને માર પડ્યો છે સાથે સાથે રશિયા તરફથી મળતા ગેસમાં પણ ઘટાડો થવાથી ભાવ ઉચકાય તેવી સંભાવના સેવાઈ રહી છે.તો બીજી તરફ ગુજરાત ગેસ કંપની પોતાની મનમાની ચલાવી ગમે ત્યારે ભાવ વધારી ઉઘાળી લુંટ ચલાવે છે અથવા ગેસ વિતરણમાં કાપ મૂકી રહ્યું હોવાથી ફેકટરીઓ ચલાવવી મુશ્કેલ બની છે

હજુ બુધવારે ઉદ્યોગકારો ગુજરાત ગેસ પાસે ગેસ કાપ પરત લેવા રજૂઆત કરવા ગયા હતા જેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાં નવી મુશ્કેલીઓ ઉભી થઇ છે કારણ કે જે ઉધોગકાર ગુજરાત ગેસ કંપનીના ગેસના બદલે અન્ય કંપનીનો પ્રોપેન ગેસ વાપરી રહ્યા છે તેમાં પણ કાપ આવ્યો છે. સિરામિક ઉધોગકારોના મતે વિદેશથી પ્રોપેન ગેસ લઈને આવતી કાર્ગો શીપને પોર્ટ પર જગ્યા ન મળતી હોવાથી લાંબુ વેઈટિંગ રહે છે જેના કારણે તેમાં ભરેલ ગેસના ટેન્કર સમય ખાલી થતો નથી પરિણામે તેની ડીલીવરી પૂરતા પ્રમાણમાં થઇ શકતીની

મોરબીના 100થી 120 ફેક્ટરી પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે. અને દરરોજ મોરબીમાં 80 ટેન્કર આવે છે જેની સામે બુધવારે માત્ર 32 ટેન્કર જ આવ્યા હતા જયારે ગુરુવારે પણ બપોર સુધી કોઈ ડીલીવરી ન મળતા ઉધોગમાં ગેસનો જથ્થો લગભગ પુરો થવા લાગતા હવે ફેક્ટરી શટ ડાઉન થવા લાગી છે જો સાંજ સુધીમાં ગેસ નહી મળે તો 100 ફેક્ટરી બંધ થઇ શકે છે.જો એક સાથે 100 જેટલા એકમ એક સાથે બંધ કરવા પડે તો એક દિવસમાં ઉધોગને મોટું નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.તો બીજી તરફ ઉધોગ બંધ થતાં લાખો લોકોની રોજગારી પર સીધી અસર કરે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર