મોરબીમાં બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના રણછોડનગર લક્ષ્મીનારાયણ સોસાયટીની પાછળ મફતીયાપરામા રોડ પરથી બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગર લક્ષ્મીનારાયણ સોસાયટીની પાછળ મફતીયાપરામા રહેતા આરોપી મહેબુબભાઈ ઉર્ફે મોબલો સુલેમાનભાઈ સુમરા (ઉ.વ.૩૦) એ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૦૧ કિં રૂ. ૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.