કોરોના મહામારી નાં કપરાં સમયે સિવીલ હોસ્પીટલમાં અનેક સરાહનીય કામગીરી કરનાર મહિલા સામાજિક કાર્યકર તેમની સામાજિક સેવાઓ ની સુવાસ ફેલાવી હર હંમેશ લોકો ની મદદરૂપ થતાં રહે છે
ત્યારે મોરબીમાં બિનવારસી વૃદ્ધના મૃતદેહ મળી આવ્યો હોય જેના કોઈ વારસદાર ન મળતા પંચમુખી ટ્રસ્ટ અને મહિલા સામાજિક કાર્યકર દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવી હતી તા.30-4-2022ના રોજ તાલુકા મથકમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હોય અને વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવતા મળી આવ્યા ન હતા તેમજ 5 દિવસ બાદ હિન્દૂ વિધિથી બિનવારસી બોડીને તા.5ના રોજ સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા અંતિમક્રિયા કરવામાં આવી હતી. આમ મોરબીમાં વૃદ્ધના બિનવારસી મૃતદેહને અગ્નિદાહ અપાયો હતો.
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં...
હળવદ તાલુકાના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડ બેઠેલ હોય ત્યારે આરોપી ત્યાં આવી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી પથ્થર વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અશોકભાઇ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૪૫)...