મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પીજી પટેલ કોમર્સ કોલેજની દીકરીઓને વાસ્તવિકતા પર બનેલી ફિલ્મ ધ કરેલા સ્ટોરી બતાવવા માટે ખાસ નિશુલ્ક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ખોટી રીતે ધર્માંતરણથી માંડીને આંતકવાદ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપે કોલેજની યુવતીઓ માટે આજે સ્કાય મલ્ટીપેક્ષમાં ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું ખોટી રીતે ધર્માંતરણ કરી યુવતીઓનું શોષણ પર પ્રકાશ પાડતી ફિલ્મ ધ કરેલા સ્ટોરી રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક વાત્સત્વિક કહાની પર આધારિત છે. આ દર્દનાક દાસ્તાન ધરાવતી આ ફિલ્મ યુવતીઓ નિહાળીને જાગૃત એ માટે આ ફિલ્મને આજે સ્કાય મલ્ટીપેક્ષ સિનેમામાં પીજી પટેલ કોમર્સ કોલેજની તમામ યુવતીઓ માટે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામનો યુવક માળિયા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર ચાર શખ્સોએ સામાજિક કાર્યકરને લાકડાની હોકી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ...