મોરબીમાં સગાઈ કરવાનીનાં પાડતા ચાર શખ્સોએ માર મારી હૂમલો કર્યો
મોરબીના વાવડી રોડ પર સગાઈ કરવાનીનાં પાડતા મારા મારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
જાણવા મળતી વિગતો મુજબ ગણેશનગરમાં સગાઇ બાબતે વાતચીત ચાલતી હોય દરમ્યાન સગાઇ કરવાનીનાં પાડતા છોકરા પર ચાર શખ્સોએ ગાળો આપીને માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે
મોરબીના વાવડી રોડ પર ગણેશનગરમાં રહેતા ચંદ્રેશ નંદલાલભાઈ સોનગ્રાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયંતીભાઈ દાનાભાઈના સાળા આરોપી જીગ્નેશભાઈ સાથે ફરિયાદી ચંદ્રેશભાઈની બહેન શીતલબેન સાથે સગાઇ કરાવવા માટે વાતચીત કરવા ફરિયાદી ચંદ્રેશભાઈના ઘરે બે ત્રણ વખત ગયેલ હોય પરંતુ ફરિયાદી ચંદ્રેશભાઈ તથા સાહેદો એ આરોપી જીગ્નેશભાઈ સાથે શીતલબેનની સગાઇ કરવાની નાં પડેલ હોય જે આરોપી જયંતીભાઈ દાનાભાઈ,, દાનાભાઈ રહે-બંને ગણેશનગર વાવડી રોડ,જીગ્નેશભાઈ અને પ્રકાશભાઈ રહે-બંને કરીયા સોસાયટી વાવડી રોડ વાળાને સારું નહિ લાગતા તેની રોષ રાખીને આરોપી જયંતીભાઈ દાનાભાઈ અને દાનાભાઈ એ સાહેદો સાથે ઝગડો ઝપાઝપી કરી ફરિયાદી ચંદ્રેશભાઈ વચ્ચે પડતા આરોપી જયંતીભાઈ અને દાનાભાઈ એ ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી મુંઢ ઈજા કરી તથા આરોપી જીગ્નેશભાઈ અને પ્રકાશભાઈ એ પાછળથી આવી ગાળો આપી માર મારી આરોપી જીગ્નેશભાઈ એ ફરિયાદી ચંદ્રેશભાઈને માથામાં લોખંડનો પાઈપ મારી ઈજા કરી તેમજ આરોપીઓએ ઘર પર છુટ્ટા પથ્થરોના ઘા કરી નુકશાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
